નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) ઈન્ડિયાના માનેસર પ્લાન્ટમાં એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યો છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે. આ સાથે જ કંપનીએ તત્કાળ પ્રભાવથી અનેક મોટા પગલાં ભર્યા છે જેથી કરીને વાયરસનો ચેપ વધુ લોકોને ન લાગે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારકી સહયોગી અંગ્રેજી વેબસાઈટ zeenews.india.com ના અહેવાલ મુજબ મારૂતિ સુઝૂકીના માનેસર પ્લાન્ટમાં ગત શુક્રવારે એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યો. આ ઉપરાંત અન્ય કર્મચારીમાં પણ સંક્રમણની આશંકાના પગલે તેને ટેસ્ટ માટે મોકલાયો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ સંક્રમિત કર્મચારીના સંપર્કમાં આવેલા તમામ લોોકૌની તપાસ થઈ રહી છે. 


આ ઉપરાંત કંપનીએ ગુરુગ્રામ સેક્ટર 18 પ્લાન્ટમાં પણ ઉત્પાદન શરૂ કરી દીધુ છે. જ્યાં મોટાભાગે ઓલ્ટો અને વેગનઆર મોડલ બને છે. આ સાથે જ મહત્વપૂર્ણ ઉપકરણોની આપૂર્તિ કરનારા મોટાભાગના વિક્રેતાઓએ પણ મર્યાદિત કામગીરી શરૂ કરી દીધી છે.


જુઓ LIVE TV 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube